સાતમું વેતન પંચ આજે સાંજે ૭-૩૦ કલાકે પોતાનો રિપોર્ટ નાણામંત્રી અરૂણ જેટલીને સોંપશે. વેતનપંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોના વેતનમાં વધારો થશે. આનાથી કેન્દ્રના ૪૮ લાખ કર્મચારીઓ અને પપ લાખ પેન્શનરોની આવક વધશે. વેતનપંચની ભલામણો બાદ વિવિધ રાજય સરકારો પણ પોતાના કર્મચારીઓના વેતનમાં વધારો કરે તેવી શકયતા છે. ૭માં વેતનપંચની ભલામણોનો અમલ ૧લી જાન્યુઆરી ર૦૧૬થી થશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં ૧પ થી ર૩ ટકાનો વધારો કરવામાં આવે તેવી શકયતા છે. ૯૦૦ પાનાનો વેતનપંચનો રિપોર્ટમાં શું-શું હશે એ બાબતને લઇને કર્મચારી વર્ગમાં ભારે ઉત્તેજના ફેલાઇ છે. વેતનપંચ સરકારી કર્મચારીઓનો સેવાકાળ મહત્તમ ૩૩ વર્ષ સુધીનો કરવાનો ભલામણ કરી શકે છે. ગ્રુપ-એમાં આવનાર તમામ સેવાઓને એક સમાન લાવવાની ભલામણ પણ હશે. રિપોર્ટ સોંપાય જાય એટલે નાણામંત્રી અરૂણ જેટલીએ ૩૧મી ડિસેમ્બર સુધીમાં આ રિપોર્ટ પર અંતિમ નિર્ણય લેવાનો રહેશે. વેતનપંચના ચેરમેન અશોકકુમાર માથુરે, મીના અગ્રવાલ, ડો.રાથીન રાય અને વિવેકા રાય સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. ગત યુપીએ સરકારે ફેબ્રુઆરી ર૦૧૪માં વેતનપંચની રચના કરી હતી. તેને ૧૮ મહિનામાં રિપોર્ટ સોંપવાનો હતો પરંતુ તે તૈયાર ન થતા તેને ૪ મહિનાનો વધુ સમય અપાયો હતો.
વેતનપંચ ઇચ્છે છે કે, કર્મચારીઓની મહતમ સેવાનો સમય ૩૩ વર્ષ નક્કી કરવામાં આવે એટલે કે જો કોઇ કર્મચારી ર૦ વર્ષે નોકરી શરૂ કરે તો તે પ૩ વર્ષની ઉંમરમાં રિટાયર્ડ થઇ જશે. બાકી કર્મચારીઓ માટે સેવા નિવૃતિ વય ૬૦ વર્ષ જ રહેશે. વેતનપંચ પે-બેન્ડ ૩રથી ઘટાડીને ૧૩ કરે તેવી શકયતા છે. આનાથી આઇએએસ, આઇપીએસ અને આઇઆરએસના પે-બેન્ડ એક લેવલ પર આવી જશે. આનો અર્થ એ છે કે, તમામ પ્રશાસનિક અધિકારીઓનું વેતન એક જેવુ થઇ જશે. આનાથી આઇપીએસ અને આઇઆરએસના ઓફિસરોની એ ફરિયાદ પણ દુર થઇ જશે કે તેમને આઇએએસથી ઓછો પગાર મળે છે.
સરકારી કર્મચારીઓના વીઆરએસ લેવા પર પણ વેતનપંચ ભલામણ કરે તેવી શકયતા છે. ૩૦ વર્ષની સર્વિસ કે પપ વર્ષની ઉંમરમાં ગ્રેડીંગ અનુસાર વીઆરએસનો ઓપ્શન અપાશે. કોઇપણ ઓફિસર પર આરોપ હોય તો તે પપ વર્ષની ઉંમરે વીઆરએસ લઇ શકશે. એ, બી-૧, બી-ર, સી માટે રપ ટકા એચઆરએ હશે તો રૂરલ એરીયા માટે ર૦ ટકા જાહેર કરવામાં આવે તેવી શકયતા છે અત્યારે ૧૦ થી ૩૦ ટકા મળે છે.
૭માં વેતનપંચની ભલામણોમાં ગ્રુપ-ડીની નિયુકિત પર લાગેલો પ્રતિબંધ હટાવવાની પણ ભલામણ થઇ શકે છે. જો આવુ થયુ તો સરકારી નોકરીઓમાં નીચલા સ્તરના પદોમાં નવી નિયુકિતના દરવાજા ખુલશે. છઠ્ઠા વેતનપંચે ગ્રુપ-ડીના પદોને સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકાર પણ ગ્રુપ-ડીના પદોને સમાપ્ત કરવાની વિરૂધ્ધમાં છે. ગ્રુપ-ડીમાં પાંચ લાખ પદો ખાલી છે.

No comments:
Post a Comment